Khetesh Akoliya

AI : એક નવા વિશ્વની શરૂઆત !!

(Originally posted on 2 June, 2023 on Facebook)

છેલ્લા 6 મહિનાથી આખું વિશ્વમાં AI બાબતે કોલાહલ થયેલ છે તે કેમ થયો છે ? અને તે થવાનાં સાચા કારણો છે જ.

મોટાં ભાગના લોકોને થતું હશે કે આ કોલાહલ કેમ ? દરેકે કેમ AI સમજવું અથવા અપનાવવું જરૂરી છે ? 🤔

અહીં AI શું છે અને કેવી રીતે કામ કરે છે એના પહેલાં દરેક વ્યક્તિએ કેમ AI સમજવું ખૂબ જરૂરી છે તેના કારણો વિશે વાત કરીશ. 😇

એક વાક્યમાં કહું તો; "AI એ આપણાં અત્યાર સુધીનાં સમગ્ર માનવ ઇતિહાસની સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી અને ખતરનાક ટેકનોલોજી/શોધ છે." 😎

અરે, આખરે આપણે કુત્રિમ રીતે મગજ/બુધ્ધિ બનાવી લીધી છે !! (આમ પણ આપણે નાનાં હતા ત્યારે વડીલોના મોઢે કહેવત સંભાળેલ કે વૈજ્ઞાનિકો ગમે તેટલાં પ્રયત્નો કરી લે, મગજ અને લોહી બનાવવું અશક્ય છે, એતો ભગવાન જ કરી શકે. 😊) મશીનો જાતે વિચારતા થાય તે ઘણા વર્ષોની આપણી વાર્તાઓ અને ઇમેજીનેશનનો ભાગ હતો. પણ કુત્રિમ બુધ્ધિ બનાવવી એ ખરેખર ખૂબ અઘરું અને અનિશ્ચિત હતું. છેલ્લા 70 વર્ષનાં લગાતાર રીસર્ચ પછી આજે આ પોઇન્ટ પર આવ્યા છીએ.

હાં, અત્યારનાં AI માં હમણાં ઘણી ખામીઓ અને લીમિટેશન છે પરંતુ આ માત્ર હજું શરૂઆત છે. અહીં બે બાબતો સમજવી જરૂરી છે;

હવે એકવાર ધ્યાનથી વિચારો, કે આપણી આસપાસનાં કેટલા કામો છે જેમાં આપણું મગજ સક્રિય અથવા આડકતરી રીતે ઉપયોગ થાય છે ? લગભગ ઘણાં બધાં !!

અને એટલે જ AI ની અસરો આપણાં જીવનમાં તમામ પાસાઓ પર વ્યાપકપણે થશે તે નક્કી છે. AI કોઈ સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી રીતે એકદમ સરળ સમજૂતી હું આવતાં લેખમાં લખીશ. 😊 (AI પર લેખ લખવાની શરૂઆત કરવાનો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે AI ની સામાન્ય સમજણ વધે અને તેનાં વ્યવસ્થિત ઉપયોગથી કેવી કેવી શક્યતાઓ ઉભી થાય છે.)

ઉપરાંત, AI ને દરેક ક્ષેત્રે યોગ્ય દિશામાં ઢાળવું જરૂરી છે, અમે શિક્ષણ ક્ષેત્રે AI મોડેલ બનાવી એને યોગ્ય દિશામાં ઢાળવા પર સક્રિય કાર્ય કરી રહ્યા છીએ અમે દ્રઢપણે માનીએ છીએ કે તેનાં માટે વધુને વધુ લોકોનાં વિચાર અને મત ઉમેરાય તે અત્યંત જરૂરી છે. 🙏🙏